આઠેક માસ અગાઉ દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો તેઓની 14 જેટલી વિવિધ માગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા હતા. તે વખતે પાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખે કામદારોના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી 14 જેટલી વિવિધ માગણીઓ પર સહમતી દર્શાવતા સફાઈ કામદારો હડતાલ સમેટી લઈ પુનઃ કામ પર લાગી ગયા હતા. તે વાતને આઠ માસ વીતી ગયા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા એકેય માગણીનો સ્વીકાર ન કરાતા ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખે તે વખતે માગણીઓ સંદર્ભે દર્શાવેલ સહમતી માત્રને માત્ર લોલીપોપ સાબિત થતા તેમજ આવી કારમી મોંઘવારીમાં સફાઈ કામદારોનો બબ્બે મહિનાનો પગારનું ચુકવણું ન કરાતા સફાઈ કામદારના પ્રતિનિધિઓએ આ મુદ્દે દાહોદ મામલતદારને આવેદનપત્ર આપી દિન સાતમાં સકારાત્મક નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો તેઓની વણઉકલી ૧૪ જેટલી વિવિધ પડતર માંગણીઓને લઈને આઠેક માસ પહેલા હડતાલ પર ઉતરી જતા શહેરમાં સફાઈ બાબતની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. જેથી જે તે સમયના ચીફ ઓફિસર તથા પાલિકા પ્રમુખે સફાઈ કામદારોના પ્રતિનિધિઓ સાથે ૧૪ જેટલી વિવિધ માગણીઓ સંદર્ભે બેઠક કરી વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ તે તમામ માગણીઓના નિકાલ બાબતે સહમતિ દર્શાવતા સફાઈ કામદારો વિશ્વાસ મૂકી પોતાની હડતાલ સમેટી લઈ પુન: કામે લાગી ગયા હતા. આ વાતને આઠ માસ જેટલો સમય વીતી ગયો અને આ માગણીઓ બાબતે અવાર-નવાર ફરીવાર રજૂઆતો કર્યા છતાં પાલિકાના સત્તાધીશો દ્વારા એક પણ માગણીનુ સકારાત્મક નિરાકરણ ન લાવવામાં આવતા તેમજ આવી કારમી મોંઘવારીમાં સફાઈ કામદારોનો બે બે મહિનાનો પગાર ન ચૂકવતા આજરોજ ગુરુવારે અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા દાહોદ નગરપાલિકા ના સફાઈ કામદારોની ૧૪ મુદ્દાની માંગણીઓનો સત્વરે નિકાલ લાવવાની માગણી કરતું આવેદનપત્ર દાહોદ મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઈ મામલતદારને આપ્યું હતું. જેમાં દિન સાતમાં ૧૪ મુદ્દાની માંગણીઓનુ સકારાત્મક નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Spread the love આગામી લોકસભાની સાતમી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસોમાં દાહોદ નગરપાલિકાના તમામ કાઉન્સિલરો પોતાના વોર્ડની…