દાહોદ તાલુકા પંચાયત કચેરીના નામના ખોટા બનાવટી હુકમો ઉભા કરી તેનો સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીમાં સાચા તરીકે ઉપયોગ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી તથા પ્રોપર્ટી કાર્ડમાં બિનખેતીની ફેરફાર નોંધ પડાવી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે છેતરપિંડી કરનારા દાહોદના આઠ જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદના આબિદઅલી તૈયબઅલી જાંબુઘોડા વાલા, નજમુદ્દીન તોરાબઅલી વેપારી, રમીલાબેન ઉકારભાઈ ચુડાસમા, યુસુફીભાઈ સૈફુદ્દીનભાઈ જીરુવાલા, મનહરલાલ ગોરધનદાસ નગરાળાવાલા કુંજડા ફરીદાબેન મહેમુદભાઈ, દિનેશભાઈ હીરાભાઈ ડામોર તથા ગનીભાઇ રસુલભાઈ ચાંદ વગેરેએ તારીખ ૨૫-૧૧-૨૦૦૯ થી તારીખ ૨૨-૫-૨૦૨૦ દરમિયાન ના સમયગાળામાં તેઓની સામે નોંધાયેલી ફરિયાદમાં કોષ્ટકમાં જણાવ્યા મુજબના સર્વે નંબરના બિન ખેતીના હુકમો પોતે તથા અન્ય મળતીયાઓ ઈસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ગુનાઈત કાવતરું રચી તાલુકા પંચાયત કચેરી દાહોદના નામના ખોટા બનાવટી હુકમો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીમાં સાચા તરીકે ઉપયોગ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી તથા પ્રોપર્ટી કાર્ડમાં બીન ખેતીની ફેરફાર નોંધ પડાવી સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવતા આ સંબંધે દાહોદ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીમાં ફરજ બજાવતા તેરસિંગભાઈ વેચાતભાઈ વલવાઈએ દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે દાહોદના ઉપરોક્ત આઠ જણા વિરુદ્ધ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧, ૧૨૦(બી),૩૪ મુજબ છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખોટી એન્ટ્રી કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી કરનાર નકલી એન.એ. કેસમાં વધુ આઠ લોકો સામે પોલીસ ફરિયાદ
Views: 2
Read Time:2 Minute, 38 Second