0
0
Read Time:39 Second
દાહોદમાં ભારે વરસાદના પગલે નદી -નાળાઓ છલકાયા. અને કેટલીક જગ્યાએ કોઝવે તૂટ્યા તેમજ રસ્તા ઓ ધોવાયા હતા. ભારે વરસાદના કારણે ડુંગરી તળાવના આવણ પાછળના રસ્તા પર આવેલ નાળાનુ ધોવાણ થયું હતું. જેની દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોરે મુલાકાત લીધી હતી. અને બાવકામાં નવીન બનતા પુલની પણ મુલાકાત લઈ ધોવાણ થયેલ નાળુ રીપેર કરી તાત્કાલિક અસરથી રસ્તો ચાલુ કરવાની તાકીદ કરી હતી.