દાહોદ : મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ચૂંટણી પ્રભાગ, ગાંધીનગરના તા.૧૬.૦૩.૨૦૨૪ના પત્ર ક્રમાંક:ઈએલસી/૧૦૨૦૨૪/૧૧/છ(MCC) થી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત કરવામાં આવેલ છે.આથી કોઈ પણ સંજોગોમાં કાર કે અન્ય કોઈ વાહનોના બનેલા ત્રણ કે તેથી વધુ વાહનોના કાફલાની અવરજવર નિયંત્રીત કરવા યોગ્ય જણાયેલ હોઈ દાહોદ જિલ્લામાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુથી રાજકીય પક્ષો અને ઉમેદવારો તથા લોકોના વાહનો જાહેર રસ્તા ઉપર એક જ સાથે ફરે તો ટ્રાફિકમાં અડચણ ઉભી ન થાય તેથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારો જાહેર રસ્તા ઉપર મોટા પ્રમાણમાં વાહનોમાં, ગાડીઓમાં સવાર થઈ જવાના કારણે નાના વાહનો ઉપર જનારા વ્યકિતઓ જાહેર જનતાને તથા ચાલતા જનાર વ્યક્તિઓને અગવડ ઉભી થવા સંભવ છે. તદઉપરાંત આવા કાફલાથી મતદારો પર પ્રભાવ પાડવાની બાબત પણ સંભવિત છે. જેથી આ કામે નિયંત્રણ મુકવું જરૂરી જણાતા ચૂંટણી પ્રચાર કે ઉમેદવારી ફોર્મ ભરવા દરમ્યાન ત્રણ કે વધુ વાહનોના બનેલ કાફલો ચૂંટણી યોજાનાર વિસ્તારના જાહેર માર્ગો પર ફેરવી શકાશે નહી. તેમજ સંબંધિત શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તાઓ પર ચૂંટણીલક્ષી સરધસની કારો, વાહનોને ત્રણ થી વધુ બનેલા કાફલારૂપે અવર જવર કરવા દેવામાં આવશે નહી.
આ હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, પોલીસ ખાતાના કે અન્ય અર્ધ-લશ્કરીદળો કે લશ્કરી દળોના વાહનો, ચૂંટણી કામે જતા સ્ટાફના વાહનો, સક્ષમ અધિકારી ધ્વારા ચૂંટણીના કામે કે બોર્ડની પરીક્ષાના કામે સંપાદન કરવામાં આવેલ જાહેર વાહનોને કે તબીબી વાહનો કે ફાયર બ્રીગેડને લાગુ પડશે નહી.
કોઈ વ્યકિતના સબંધમાં આપવામાં આવેલી સુરક્ષા માટેના વાહનો સુરક્ષાને લગતી સુચનાઓને આધિન લઈ જવાના રહેશે. આ હુકમ ઈસ્યુ કર્યા તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતાં સુધી અમલમાં રહેશે. તેમજ આ હુકમ સમગ્ર દાહોદ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૭(ક) તથા ભારતીયા દંડ સંહિતાની કલમ- ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. એમ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ જાહેરનામા દ્વારા જણાવાયું છે.
૦૦૦
ચુંટણી પ્રચાર અર્થે વપરાશમાં લેવામાં આવતાં વાહનો અંગેનું દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેનું જાહેરનામું
Views: 34
Read Time:3 Minute, 24 Second