દાહોદ એલસીબી પોલીસે રામપુરા નાળા પાસે રોડ પરથી 15 જેટલા ગુનાઓમાં નાસતા ફરતા માતવા ગામના રીઢા ઘરફોડિયાને ઝડપી પાડ્યો

દાહોદ એલસીબી પોલીસે રામપુરા નાળા પાસે રોડ પરથી 15 જેટલા ગુનાઓમાં નાસતા ફરતા માતવા ગામના રીઢા ઘરફોડિયાને ઝડપી પાડ્યો
Views: 25
0 0
Spread the love

Read Time:4 Minute, 42 Second

જિલ્લા તથા જિલ્લા બહારના 15 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ એવા રીઢા ઘરફોડીયાને દાહોદ એલ.સી.બી પોલીસે રામપુરા નાળા પાસેથી ઝડપી પાડી પૂછપરછ કરી 15 જેટલા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી સદર ચોરીનો માલ એક સોનીને વેચ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ચોરીના સોનાના દાગીના લેનાર ચીલા કોટા ગામના સોનીની પણ ધરપકડ કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એલસીબી પીએસઆઇ એમએલ ડામોર,પીએસઆઇ ડી આર બારૈયા તથા એલસીબી સ્ટાફ કર્મીઓ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝભ્બે કરવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે જિલ્લા તથા જિલ્લા બહારના મળી કુલ 15 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો અને નાસતો ફરતો ગરબાડાના માતવા ગામનો રીઢો ઘરફોડીયો રાજેશ ઉર્ફે રાજી લાલાભાઇ ભાભોર રામપુરા નાળા પાસે ઉભો છે. જે બાતમીને આધારે એલસીબી પોલીસની ટીમે પોતાની સરકારી ગાડી રામપુરા નાળા તરફ વાળી હતી અને સ્થળ પર પહોંચતા જ રાજેશ ભાભોર પોલીસની ગાડી જોઈ ભાગવા લાગ્યો હતો. જેથી પોલીસ પણ તેને ઓળખી જતા પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. અને અત્રેની કચેરીએ લાવી સઘન પૂછપરછ કરતા તેને જિલ્લા તથા જિલ્લા બહારના જુદી જુદી જગ્યાના 15 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓની કબુલાત કરી હતી ત્યારબાદ પોલીસે વિશ્વાસમાં લઈ તેની વધુ પૂછપરછ કરતા અને ચોરીને લાવેલ સોનાના દાગીના તેમજ અન્ય મુદ્દામાલ બાબતે પૂછતા તેને સોનાના દાગીના લીમખેડાના ચીલાકોટા ગામે લુહાર ફળિયામાં રહેતા અને સસ્તા ભાવે સોનું ખરીદતા અને સોનીનો ધંધો કરતા ભરતભાઈ મોતીલાલ પંચાલને વહેંચી દઈ જે પૈસા આવ્યા તે પૈસા સરખા ભાગે વહેંચી દીધેલ હોવાની કબુલાત કરી હતી. જેથી સદરિ ઈસમને સાથે રાખી રીસીવર ભરતભાઈ પંચાલના ઘરે ચિલાકોટા ગામે પોલીસ તપાસ કરવા ગઈ હતી. ત્યાં ભરતભાઈ સોની ઘરે હાજર હોય તેને પોલીસે પકડી પાડી રીઢા ઘરફોડીયા રાજેશભાઈ લાલાભાઇ ભાભોરે ચોરીના આપેલ સોનાના દાગીના ક્યાં મુકેલ છે? તે બાબતે પૂછતા તેને રાજેશે આપેલા સોનાના દાગીના ભઠ્ઠીમાં પીગાળી દઇ અલગ અલગ સોનાની બે રણી બનાવી દીધી હોવાની કબુલાત કરી સોનાની બે રણી પોતાના ઘરમાંથી કાઢી પોલીસને સુપરત કરી હતી. જે સોનાની ચકાસણી કરાવવા સારું સોની કામના જાણકાર સોની પાસે પોલીસ લઈ ગઈ હતી. જ્યાં જાણકાર સોનીએ સોનાની બે રળિયો તપાસીને અસલ સોનું હોવાનું પ્રમાણપત્ર આપતા પોલીસે સોનાની બે રણીઓ કબજે લીધી હતી. આમ પોલીસે વડોદરાની 10, ગોધરાની ચાર તથા હાલોલની એક વગેરે મળી કુલ 15 જેટલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી પકડાયેલા બંને આરોપીઓ તેમજ મુદ્દામાલ વડોદરા છાણી પોલીસને સુપરત કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની ગિરફ્તમાં આવેલ માતવા ગામનો રીઢો ઘર ફોડીઓ પોતાના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમિયાન રહેણાંક મકાનો તેમજ મંદિરોની રેકી કરી રાત્રિના સમયે બંધ મકાનમાંથી ચોરી કરવાની એમ ઓ ધરાવે છે. ચિલાકોટા ગામના લુહાર ફળિયાના ભરતભાઈ મોતીલાલ પંચાલ બિલ કે આધાર પુરાવા વગર સોના ચાંદીના દાગીના સસ્તા ભાવે ખરીદ કરવાની એમઓ ધરાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *