દાહોદ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાબડાળ ગામેથી રૂપિયા ૨.૬૩ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે મહેન્દ્રા કંપનીની scorpio ફોરવીલ ગાડી પકડી પાડી ₹ ૫ લાખની ફોરવીલ ગાડી તેમજ બે મોબાઈલ ફોન મળી રૂપિયા ૭,૭૩,૪૪૦/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બેની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજયભાઈ ધીરુભાઈ પોતાના સ્ટાફના માણસોને સાથે લઈ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિતેશભાઇ કનુભાઈને બાતમી મળી હતી કે, કતવારા તરફથી સફેદ કલરની જી.જે. 06 કે.એચ-3118 નંબરની મહેન્દ્રા કંપનીની scorpio ફોરવીલ ગાડી વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને વડોદરા તરફ જનાર છે. જે બાતમીને આધારે દાહોદ તાલુકા પોલીસની ટીમે રાબડાળ ગામે ઘાટાપીર પાસે રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી સફેદ કલરની સ્કોર્પિયો ફોરવીલ ગાડી નજીક આવતા જ વોચમાં ઉભેલ તાલુકા પોલીસે તે ગાડીને હાથનો ઈશારો કરી ઉભી રખાવી હતી. અને ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી રૂપિયા ૨,૬૩,૪૪૦/-ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧,૨૨૩ પકડી પાડી ગાડીના ચાલક હરિયાણાના બેલરખા ગામના કરણભાઈ રઘુવીર રાણાજી તેમજ તેની સાથે ટ્રકની કેબિનમાં બેઠેલ ક્લીનર હરિયાણાના નરવાના ગામના મોતીભાઈ સુરજભણ ખાનની અટકાયત કરી તે બંનેની અંગ ઝડતી લઈ રૂપિયા ૧૦,૦૦૦/-ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-૨ ઝડપી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૫ લાખની કિંમતની સ્કોર્પિયો ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૭,૭૩,૪૪૦/-નો મુદ્દામાલ કબજે લઈ અત્રેના તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી પકડાયેલા ઉપરોક્ત બંને જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી સદર દારૂનો જથ્થો ગાડીમાં ક્યાંથી ભરાવ્યો? અને વડોદરામાં કોને ત્યાં પહોંચાડવાનો હતો? તે બાબતની ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરી છે.
દાહોદ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાબડાળ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ફોરવીલ ગાડી પકડી પાડી
Views: 15
Read Time:3 Minute, 0 Second