દાહોદ ના નાના ડબગરવાસમાં પરણીતાના અકાળે થયેલા મોતથી રોષે ભરાયેલા પિયર પક્ષના લોકોએ લોકોએ ઘણું દબાવીને હત્યા કરી હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો

દાહોદ ના નાના ડબગરવાસમાં પરણીતાના અકાળે થયેલા મોતથી રોષે ભરાયેલા પિયર પક્ષના લોકોએ લોકોએ ઘણું દબાવીને હત્યા કરી હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો
Views: 33
0 0
Spread the love

Read Time:3 Minute, 22 Second

દાહોદ શહેરના જૂની કોર્ટ રોડ સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ નાના ડબગરવાસમાં રહેતી 22 વર્ષીય પરણીતાને કોઈ કારણસર ઉલ્ટી થયા બાદ તેનું મોત નીપજતા છોકરી પક્ષના લોકોએ છોકરીનું ગળું દબાવી તેની હત્યા કરી હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવતા સ્થળ પર દોડી આવેલ પોલીસે સમજાવટથી મામલો થાળી પાડ્યો હતો. પરંતુ સ્થિતિની ગંભીરતાને પારખી મૃતક પરણીતાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. દાહોદ કોર્ટ રોડ, સ્વામિનારાયણના મંદિર સામે નાના ડબગરવાસમાં રહેતી 22 વર્ષીય ડિમ્પલબેનના લગ્ન પાંચેક વર્ષ પહેલા મેહુલભાઈ કૈલાશ ચંદ્ર પરમાર (ડબગર) સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. છેલ્લા કેટલાક દિવસથી ડિમ્પલબેન અને તેના પતિ મેહુલભાઈ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય તે બંનેના ઝઘડાનો એકાદ બે માસ પહેલા જ સમાજ રહે નિકાલ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ગતરોજ મોડી સાંજના સાત વાગ્યાના સુમારે મરણ જનાર ડિમ્પલબેનના પતિ મેહુલભાઈ પરમારના જણાવ્યા અનુસાર ડિમ્પલબેનને કોઈ કારણસર ઉલટી થઈ હતી. અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. આ વાતની જાણ મરણ જનાર ડિમ્પલ બેનના પિયર પક્ષમાં થતા, પિયર પક્ષના મહિલાઓ તેમજ પુરુષો ડિમ્પલ બનના ઘરે દોડી આવ્યા હતા, અને ડિમ્પલબેનનું ગળું દબાવી હત્યા કરી હોવાના આક્ષેપો સાથે ઘર આગળ રોડ પર બેસી ભારે હોબાળો મચાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેના પગલે દાહોદ એ ડિવિઝન પોલીસ તેમજ દાહોદ એલસીબી પોલીસનો અધિકારીઓ સાથેનો કાફલો નાના ડબગરવાસમાં દોડી આવતા એક સમયે નાના ડબગર વાસ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. અને પોલીસની સમજાવટથી મામલો થાળે પડતા મરણ જનાર ડિમ્પલબેન ની લાશનુ પોલીસે પંચનામું કરી લાશ અને પીએમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ તેના વિસેરા વડોદરા ખાતે મોકલી પોલીસે એફએસએલની મદદ લીધી છે. મૃતક ડિમ્પલબેનની લાશને પીએમ બાદ તેના ઘરવાળાને સુપ્રત કર્યા બાદ પોલીસની હાજરીમાં મૃતક ડિમ્પલબેનની અંતિમ ક્રિયા સંપન્ન થઈ હતી. ડિમ્પલબેનનું આકસ્મિક મોત થયું છે, કે પછી ડિમ્પલબેનની હત્યા કરવામાં આવી છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળે તેમ છે. સ્થિતિની ગંભીરતાને પારખી જિલ્લા પોલીસ વડાના આદેશથી મરણ જનાર ડિમ્પલબેનના ઘર આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *