24 જેટલા કાઉન્સિલરો દ્વારા દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા માટેની કાર્યવાહી કરવાની માગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને અપાયું

24 જેટલા કાઉન્સિલરો દ્વારા દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા માટેની કાર્યવાહી કરવાની માગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને અપાયું
Views: 29
0 0
Spread the love

Read Time:3 Minute, 39 Second

દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા માટે ની કાર્યવાહી કરવાની માંગણી કરતું એક આવેદનપત્ર દાહોદ નગરપાલિકાના વિવિધ વોર્ડના 24 જેટલા કાઉન્સિલરો દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આપ્યું હતું. દાહોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સત્તાની સાઠમારીનો વરવો ખેલ ખેલાઇ રહ્યો છે. પાલિકામાં સત્તાના સિંહાસન પર કોઈ પણ બેસે પરંતુ શહેરના વિકાસના કામો થવા જોઈએ તેવું શહેરની જનતા ઇચ્છી રહી છે. છેલ્લા કેટલાય સમયથી ખેલાતા સત્તા માટેના આ વરવા ખેલથી દાહોદની જનતાને કોઈ જ મતલબ નથી. જનતાને તો માત્રને માત્ર શહેરના વિકાસથી જ મતલબ છે. ત્યારે દાહોદ નગરપાલિકાના વિવિધ વોર્ડના 24 જેટલા કાઉન્સિલરો દ્વારા જીલ્લા સમાહર્તાને આપેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટરના 10 થી 15 ટકા કનેક્શન બાકી છે તે તાત્કાલિક કરવા જરૂરી છે, કર્મચારી- સફાઈ કામદારના પેન્ડિંગ પ્રશ્નોની ચર્ચા અને નિર્ણય કરવા, હાઉસ ટેક્સ તેમજ અન્ય વેરાને લગતા પ્રશ્નો બાબતે, નગરના વિવિધ વિસ્તારોમાં મંજુર થયેલા રસ્તાઓની કામગીરી કરવા તથા જરૂરિયાત મુજબના નવા રસ્તાના આયોજન બાબતે, ચોમાસાની ઋતુમાં નગરની જનતાની ચિંતા માટે આરોગ્ય બાબતના કામો અંગે, નગરના તમામ વિસ્તારોમાં પુરા દબાણથી પૂરતું પાણી મળી રહે તેના આયોજન અંગે તથા દાહોદ નગરની પ્રજાને નગરપાલિકાના અધિકારીની ગેરહાજરીના કારણે મુશ્કેલી વેઠવી ન પડે તે બાબતે ચર્ચા વિચારણા કરવા તેમજ નગરની પ્રજાના હિત માટે તથા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટોનો ઉપયોગ તથા વહીવટી કામો માટેની ચર્ચા વિચારણા કરવા માટે સામાન્ય સભા બોલાવવી અતિ આવશ્યક છે. પરંતુ દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા ચાર માસ અગાઉ તારીખ 7-3-2024 ના રોજ થયેલ હતી. સામાન્ય સભા ન બોલાવવાના કારણે સામાન્ય પ્રજાને વિવિધ મુદ્દે હાલાકી વેઠવી પડે છે. જેથી નગરપાલિકા દાહોદની સામાન્ય સભા તાત્કાલિક બોલાવવા કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

આ સંદર્ભે અમારા પ્રતિનિધિએ દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપી દેસાઈનો ટેલીફોનિક સંપર્ક કરી પૂચ્છા કરતા ગોપી દેસાઈએ જણાવ્યું હતું કે ગત માર્ચ માસમાં અમે સામાન્ય સભા અને બજેટ બોર્ડ બોલાવેલ હતું. ત્યારબાદ ચૂંટણીની આચાર સંહિતા લાગુ થઈ ગઈ હતી. હાલ પાલિકાના મુખ્ય અધિકારી રજા પર છે. અને તેમની જગ્યાએ અધિકારી છે. મુખ્ય અધિકારી આગામી પાંચમી જુલાઈ ના રોજ તેઓની રજા પૂરી થતાં હાજર થશે. અને ત્યારબાદ નિયમો અનુસાર નિશ્ચિત સમયે બોર્ડનો એજન્ડા નીકળતા બોર્ડ બોલાવી લેવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *