દાહોદના બહુચર્ચિત એન એ કૌભાંડ માં સંડોવાયેલા દાહોદના આઠ જણા સહિત કુલ 13 જણા વિરુદ્ધ જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદના મન્નાનભાઈ તાહેરભાઈ જીનીયા, નલવાયા રતનસિંહ લુણાજી, મોઢિયા મીઠાલાલ માણેકલાલ, સૈફુદ્દીનભાઈ નોમાનભાઈ જીરુવાલા, નિલેશકુમાર ગંભીરસિંહ બળદવાળ, સુલેમાન બેલીમ જામદરખા, નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલા, કાળીયાભાઈની વિધવા દુખલીબેન, રળીયાતીના માવી દિનેશભાઈ દિતિયાભાઈ, નસીરપુરના કતીજા હુમલાભાઈ કરસનાભાઈ, મંડાવાવ ગામના નલવાયા રાયસીંગભાઈ કુંવરાભાઇ, ખરોડ ગામના મોતિયાભાઈ સુરપાલભાઈ નીનામા તથા રામપુરા ગામના બદલીબેન માતરાભાઈ મુણીયા વગેરે એ તારીખ 13-7- 2009 થી તારીખ 28-12-2018 ના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે જિલ્લા પંચાયત કચેરી દાહોદ ના નામના ફરિયાદમાં કોષ્ટકમાં જણાવ્યા મુજબના સર્વે નંબરના બિનખેતીના હુકમો પોતે તથા અન્ય મળતીયા ઇસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી કોષ્ટકમાં જણાવેલ બીનખેતીના/૭૩એએ ના ખોટા બનાવટી હુકમો બનાવી તે હુકમો ખોટા હોવાનું જાણતા હોવા છતાં તે ખોટા હુકમો નો સાચા તરીકે અલગ અલગ કચેરીઓ ખાતે ઉપયોગ કરી સરકાર સાથે ઠગાઈ વિશ્વાસઘાત કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ સંબંધે જિલ્લા પંચાયત દાહોદ કચેરીમાં નોકરી કરતા અજયકુમાર બાબુભાઈ પ્રજાપતિએ ઉપરોક્ત દાહોદના નવ જણા સહિત કુલ 13 જણા વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈ.પી.કો. કલમ 406,420,465, 467,468,471,34 120(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદના બહુચર્ચીત એન એ કૌભાંડ માં સંડોવાયેલા દાહોદના આઠ જણા સહિત કુલ 13 જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Views: 13
Read Time:2 Minute, 39 Second