રિપોર્ટર અનવર ખાન પઠાણ
મધ્યપ્રદેશના પેટલાવદ ગામે વિદેશી દારૂના ઠેકા પરથી સડેલી કાકડી તેમજ દૂધીના પોટલાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વડોદરા પહોંચાડવા જઈ રહેલા બે ટેમ્પા ઇન્દોરથી ગોધરા તરફ જતા હાઈવે પર આસાયડી હોટલ આગળ દાહોદ એલસીબી પોલીસે પકડી પાડી બંને ટેમ્પાની અંદર કાકડી તેમજ દૂધીના પોટલાની આડમાં સંતાડેલ રૂપિયા ૧૬ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કુલ કિંમતના બે ટેમ્પા તથા બે મોબાઈલ ફોન મળી રૂપિયા ૧૯,૧૭,૦૪૦/-ના મુદ્દા માલ સાથે બંને ટેમ્પાના ચાલકોની અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના પેટલાવદથી વિદેશી દારૂનો જંગી જથ્થો એમપી પાસિંગના અશોક લેલેન્ડના બે અલગ અલગ ટેમ્પોમાં દુધી તેમજ કાકડી જેવા શાકભાજીના પોટલાઓની પાછળ સંતાડીને વડોદરા ગોલ્ડન ચોકડી પર રાજુ નામના ઇસમને આપવા જઈ રહ્યા હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પીએસઆઇ એમ.એલ ડામોર તથા તેમના સ્ટાફની ટીમ ઇન્દોર-ગોધરા હાઇવે પર અસાયડી હોટલ નજીક પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અસાઇડી હોટલથી થોડે દૂર એમપી ૧૧ જી-૪૦૩૮ તથા એમપી૧૩જીબી -૦૨૪૬ એમ અશોક લેલેન્ડના બે ટેમ્પા ઉભા હતા. જેથી પોલીસે બંને ટેંપાને પકડી પાડી બંને ટેમ્પાના ચાલક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજોડ ગામના મનોજ ઉર્ફે કાલુ મનસુખલાલ વર્મા તથા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગુંદીખેડા ગામના શંભુ ઉર્ફે બંટી રમેશભાઈ ચંડાલની અટકાયત કરી પોલીસે બંને ટેમ્પામાં કાકડી તથા દૂધી જેવા શાકભાજીના પોટલાની હાડમાં લઈ જવાતા ભારતીય બનાવટના રૂપિયા ૧૬,૦૭,૦૪૦/-કુલ કિંમતની વિદેશી દારૂની પેટીઓ નંગ-૨૪૮ માં ભરેલ બોટલ નંગ-૧૧૯૦૪ પકડી પાડી પકડાયેલ બંને ટેમ્પાના ચાલક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/- ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન તથા દુધી તેમજ કાકડીના પોટલા વગેરે પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કુલ કિંમતના બે ટેમ્પા મળી કુલ રૂપિયા ૧૯,૧૭,૦૪૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.