ચાકલિયા પોલીસે ગત મોડી રાતે ચાકલિયા પોલીસ સ્ટેશન નજીક ગોઠવેલ વોચ દરમિયાન રૂપિયા ૮.૧૧ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડી તેના ચાલકની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે. ઝાલોદના વહાબભાઈ ગનીભાઈ ટીમીવાલા તથા શાહરૂખ વહાબ ભાઈ ટીમીવાલાએ દિવાળીના તહેવારોમાં તગડો નફો રળી લેવા માટે ઝાલોદની ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા ટ્રક ચાલક ઝુબેર ભાઈ રસીદભાઈ ટીમીવાલાને વિદેશી દારૂનો જથ્થો લેવા કાકણવાણી ખાતેના દારૂના અડ્ડા પર જીજે ૦૬ વાયવાય-૯૧૬૭ નંબરની ટાટા કંપનીની સિક્સ વીલર ટ્રક લઈને કાકણવાણી મોકલ્યો હતો જે ટ્રકમાં જુબેરભાઈ રસીદભાઈ ટીમીવાલા તથા કલજીની સરસણી ગામના કલાભાઈ એમ બંને જણા વિદેશી દારૂનો જથ્થો ભરી ઝાલોદ તરફ આવવા નીકળ્યા હોવાની ગુપ્ત બાતમી ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઇ જે એમ ખાટને મળી હતી. જે બાતમીને આધારે પીઆઈ જેએમ ખાટ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે લઈ ગત મોડી રાતે ચાકલિયા પોલીસ સ્ટેશન નજીક જ વ્યુહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન મોડી રાતના દોઢેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબરવાળી ટાટા કંપનીની સિક્સ વીલર ટ્રક દૂરથી આવતી નજરે પડતાં વોચમાં ઉભેલ ચાકલિયા પોલીસ સાબદી બની હતી. અને ટ્રક નજીક આવતા જ પોલીસે તેને ઉભી રાખવા હાથથી ઈશારો કરી ઉભી રખાવી ચારે બાજુથી ઘેરી લીધી હતી. તે વખતે અંધારાનો લાભ લઇ ટ્રકની કેબીનમાં ચાલક સાથે બેઠેલ કલજીની સરસવાણી ગામનો કલાભાઈ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રકની તલાસી લઈ ટ્રકમાંથી રૂપિયા ૫,૯૯,૦૪૦/-ની કુલ કિંમતના માઉન્ટસ બિયરના ટીન નંગ-૪,૬૦૮ ભરેલ પેટીયો નંગ-૧૯૨ તથા રૂપિયા ૨,૧૨,૧૬૦/-ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કીની ૧૮૦ મિલી લીટરની કાચની બોટલ નંગ-૧૨૪૮ ભરેલ પેટીઓ નંગ-૨૬ મળી કુલ રૂપિયા ૮,૧૧,૨૦૦/-ની કુલ કિંમતની કુલ બોટલ નંગ-૫,૮૫૬ ભરેલ પેટીઓ નંગ-૨૧૮ પકડી પાડી ટ્રકના ચાલક ઝાલોદ ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા જુબેરભાઈ રસીદભાઈ ટીમીવાલાની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ૫૦૦૦/- ની કિંમતનો મોબાઇલ કબજે લઈ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા સાત લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા ૧૫,૧૬,૨૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ ટ્રકના ચાલક ઝુબેરભાઈ રસીદભાઈ ટીમીવાલા, કલજીની સરસવાણી ગામના કલાભાઈ, ઝાલોદના વહાબભાઈ ગનીભાઇ ટીમીવાલા, શાહરુખભાઈ વહાબ ભાઈ ટીમીવાલા તથા કાકણવાણી ગામના દારૂના અડ્ડાપરથી ટ્રકમાં દારૂ ભરી આપનાર મળી કુલ પાંચ જણા વિરુદ્ધ ચાકલીયા પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચાકલિયા પોલીસે પોલીસ સ્ટેશન નજીકથી રૂપિયા ૮.૧૧ લાખ ઉપરાંત ની કિંમતના વિદેશી દારૂ સાથે ટ્રક પકડી ચાલકની અટકાયત કરી.
Views: 17
Read Time:3 Minute, 57 Second