21 જૂન 2024 ના રોજ દાતઘડ ગામની એક મહિલાને ડીલેવરી દુઃખાવો ઉપડતા સી.એચ.સી પેથાપુર થી એસ.ડી.એચ ઝાલોદ લાવ્યા હતા. ત્યારે એબ નોર્મલ પરિસ્થિતિ હોવાથી ડૉ.કોમલ સર ઝાયડસ દાહોદ રીફર કર્યા હતા.ઝાલોદ લોકેશનને કેશ મળતાજ તરતજ પ્રિઅરાઇવલ ઇટ્રકશન આપી એસ.ડી.એચ ઝાલોદ પહોંચીને પેશન્ટને લઇને ઝાયડસ હોસ્પિટલ દાહોદ જવાં રવાનાં થયેલ હતી.પરંતુ પ્રસૂતા દુઃખાવો વધારે ઉપડવાથી 108 માંજ ડિલિવરી કરાવવી પડે તેવી ફરજ પડી હતી. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઈ.એમ.ટી અજય ડામોર અને પાયલોટ અર્જુન કટારા એમ્બ્યુલન્સ લીંમડી બાંય પાસ પર સાઈડમાં ઊભી રાખીને ડિલેવરી કન્ડિશન જોયું તો બાળકનો હાથ પહેલા ડિલેવરી થતાં પ્રસૂતાને અબ નોર્મલ ડિલેવરી કરાવી અને 108 ના ઇ.આર.સી.પી ડૉ. જે.ડી પટેલની સલાહ મુજબ ઇંજેક્શન, ઓક્સીટોસિન અને આર.એલ બોટલ આપી પેશન્ટની અને નવજાત બેબીનો જીવ બચાવી નજીક ની હોસ્પિટલ સી.એચ.સી લીંમડીમા હેમખેમ હેન્ડ ઓવર કરાવ્યું હતું.આ રીતે 108 એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી પ્રશંસનીય કામગીરી કરી હોવાનું જાણવા મળે છે.