ગત રાતે ફતેપુરાના વાંગડ ગામે ખૂંટા ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી કોઈ વસ્તુ વડે દરવાજાનું તાળું કાપી દરવાજા વાટે ઘરમાં પ્રવેશી તિજોરીમાં મુકેલ રોકડ તથા ચાંદીની સાંકળી મળી કુલ રૂપિયા 30 હજાર ની મત્તા ચોરીને લઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના વાંગડ ગામે ખૂંટા ફળિયામાં ગત રાતે તસ્કરો ત્રાટક્યા હતા. અને ખૂંટા ફળિયામાં રહેતા 60 વર્ષીય તેરસિંગભાઈ ચુનિયાભાઈ પારગીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું કોઈ વસ્તુ વડે કાપી ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા. અને ઓસરીની જમણી બાજુએ આવેલ રૂમના દરવાજાનું તાળું કાપી ખોલીને રૂમમાં પ્રવેશી રૂમની જમણી બાજુ ખૂણામાં મુકેલ તિજોરીનું ખાનું બળ પ્રયોગથી તોડી ખાનામાં મુકેલ રૂપિયા 10 હજારની રોકડ તથા રૂપિયા 20 હજારની કિંમતની આશરે 500 ગ્રામ વજનની ચાંદીની સાંકળી મળી કુલ રૂપિયા 30 હજારની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ઘરફોડ ચોરીનો ભોગ બનેલા વાંગડ ગામના ખુંટા ફળિયામાં રહેતા તેરસિંગભાઈ ચુનિયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી ડોગસ્કોડ તથા એફએસએલની મદદની માંગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફતેપુરાના વાંગડ ગામે એક બંધ મકાનના તાળા તૂટ્યા: રોકડ તથા ચાંદીના દાગીના મળી રૂપિયા 30હજારની મત્તાની ચોરી.
Views: 22
Read Time:1 Minute, 55 Second