દાહોદ બસ સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલ સામે આવેલ હોટલ જી લેન્ડમાર્કમાં ગત રાતે દાહોદ એસ. ઓ.જી પોલીસે હાથ ધરેલ તપાસમાં હોટલમાં રિસેપ્શન ઉપરના ઉતારુઓના રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન નહીં કર્યાનું સામે આવતા પોલીસે ગુનો નોંધ્યાનુ જાણવા મળ્યું છે. પ્રાત વિગત અનુસાર દાહોદ બસ સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલ સામે આવેલ હોટલ જી લેન્ડ માર્કમાં રિસેપ્શન ટેબલ પર બેઠેલ જવાબદાર વ્યક્તિ હોટલમાં રિસેપ્શન ઉપરના ઉતારુઓના રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ પથીક સોફ્ટવેરમાં ઓનલાઇન કરતો ન હોવાની જાણ દાહોદ એસ.ઓ.જી પોલીસને થતા ગત રાતે સાડા સાત વાગ્યાના સુમારે દાહોદ એસ.ઓ.જી પોલીસની ટીમ દાહોદ બસ સ્ટેશન રોડ, સ્વામી વિવેકાનંદ સર્કલ સામે આવેલ હોટલ જી લેન્ડ માર્કમાં પહોંચી ગઈ હતી. અને રિસેપ્શન ટેબલ પર બેઠેલ જવાબદાર લક્ષ્મણબહાદુર પ્રકાશ બહાદુર નેપાળી પાસેથી રિસેપ્શન ઉપરના ઉતારુઓની એન્ટ્રી માટેનું રજીસ્ટર લઈ તપાસી પથિક સોફ્ટવેયર ચેક કરતા રિસેપ્શન ઉપરના ઉતારુઓની રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન કરી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી દાહોદ એસ.ઓ. જી શાખાના હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ મીઠલુભાઈએ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે જીપીએકટ 131 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉતારુઓની પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીને મામલે દાહોદની “હોટલ જી લેન્ડમાર્ક” માં દાહોદ એસ.ઓ.જી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ.
Views: 28
Read Time:2 Minute, 7 Second