ખરેડી ગામે ડામોર ફળિયામાં એસ.ઓ.જી પોલીસનો સપાટો.

ખરેડી ગામે ડામોર ફળિયામાં એસ.ઓ.જી પોલીસનો સપાટો.
Views: 23
0 0
Spread the love

Read Time:2 Minute, 35 Second

દાહોદ એસ ઓ જી પોલીસે ગત સાંજે દાહોદ તાલુકાના ખરેડી ગામે ડામોર ફળિયામાં આવેલા એક ખેતરમાં ઓચિંતી રેડ પડી ખેતરમાંથી રૂપિયા ૨ લાખ ૫૫ હજાર ઉપરાંતની કિંમતના પ્રતિબંધિત એવા લીલા ગાંજાના ૪૪ છોડ ઝડપી પાડી ખેતર માલિકની અટકાયત કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ખરેડી ગામે ડામોર ફળિયામાં રહેતા ૫૮ વર્ષીય રાજુભાઈ ભુરાભાઈ ડામોરની માલિકીના કબજા ભોગવટાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એસ.ઓ.જી પોલીસની ટીમે કચરોજ સાંજે સાડા પાંચ વાગ્યાનો સુમારે બાતમીમાં દર્શાવેલ ખરેડી ગામના ડામોર ફળિયામાં રાજુભાઈ ભુરાભાઈ ડામોરની માલિકીના કબજા ભોગવટાના ખેતરમાં ઓચિંતી રેડ પાડી હતી. અને ખેતરમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ એવા લીલા ગાંજાના ગેરકાયદેસર રીતે વાવેતર કરી ઉછેર કરેલ રૂપિયા ૨,૫૫,૯૫૦/- ની કુલ કિંમતના ૨૫ કિલો ૫૯૫ ગ્રામ કુલ વજનના લીલા ગાંજાના છોડ નંગ-૪૪ પકડી પાડી ખેતર માલિક ખરેડી ગામના ડામોર ફળિયાના રાજુભાઈ ભુરાભાઈ ડામોરની ધરપકડ કરી અત્રેની કચેરીએ લાવી ગાંજાની ખેતી કેટલા સમયથી કરો છો? ગાંજાનો મુદ્દામાલ કોને કોને ત્યાં સપ્લાય કરો છો? તે તમામ બાબતની પૂછપરછ કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખરેડી ગામના રાજુભાઈ ભુરાભાઈ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ 1985ની કલમ ૨૦(એ)(૧) મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *