મહાશિવરાત્રી પર્વે દાહોદ શહેરના શિવાલયો વહેલી સવારથી જ ઘંટનાદ, શંખનાદ તેમજ બમ બમ ભોલેના ગગન ભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા. અને દર્શન માટે શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સાથે સાથે શિવાલયોમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવથી શિવજીની શાહી સવારી નીકળી હતી. જે શહેરના રાજમાર્ગો પર ફરી પરત નિજ મંદિરે આવી હતી. આ શિવજીની સવારીમાં હજારો શિવભક્તો જોડાયા હતા. દાહોદ શહેરમાં શિવરાત્રી પર્વની આજે શુક્રવારે શિવાલયોમાં વિવિધ કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યારે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવના મંદિરેથી આજે સતત બીજા વર્ષે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા ડીજે તેમજ બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શિવજીની શાહી સવારી નીકળી હતી જે સવારી જનતા ચોક ભગીની સમાજ માણેકચંદ ચોક નગરપાલિકા ચોક એમ જી રોડ પર થઈ પરતની જ મંદિરે આવી હતી શિવજીની આ શાહી સવારીમાં હજારો શિવ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને બમ બમ ભોલેના ગગન બેદી નાદ થી સમગ્ર દાહોદ શિવમય બન્યું હતું આજે શિવાલયોમાં પણ પૂજા અર્ચના ની સાથે સાથે ભોલેનાથને અતિપ્રિય એવી ભાંગની પ્રસાદી પણ ધરાવવામાં આવી હતી જે પ્રસાદીનો આનંદ પણ અનેક શિવભક્તોએ લીધો હતો આમ તો ભૂતકાળમાં સંગમ ખાતે શિવરાત્રીનો મેળો ભરાતો હતો પરંતુ સમયના બદલાતા વહેણ ની સાથે સાથે ભૂતકાળ ભુલાતો ગયો અને મેળો નામ માત્ર રહી ગયો