દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે આવેલ એક ખાનગી અનાજના વેપારીની દુકાન પર નાયબ મામલતદાર પુરવઠાએ બાતમીના આધારે રેડ કરી અલગ અલગ પ્રકારના સરકારી અનાજનો કુલ 7650 કિલો જથ્થો જપ્ત કરી આગળની કાર્રવાહી હાથ ધરી હતી.
દાહોદ જિલ્લામાં સરકારી અનાજને સગેવગે કરવાનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો હોવાની અનેક ફરીયાદો અવાર નવાર દાહોદ જિલ્લા પુરવઠા વિભાગથી લઈને સચિવાલય સુધી કરવામા આવતી હોય છે, જે ફરીયાદીની તપાસ ગોકળ ગતિએ ચાલતી હોવાના કારણે સરકારી અનાજનો કાળો કારોબાર કરતા શખ્સોને જાણે મોકળુ મેદાન મળતુ હોવાની ચર્ચાઓ લોકોના મુખ પર ચર્ચાતી હોય છે, ત્યારે ફતેપુરા તાલુકાના જાગૃત નાગરિક દ્વારા પોતાની ઓળખ છૂપી રાખીને સુખસર ખાતે ખાનગી અનાજના વેપારી દ્વારા સરકારી અનાજનો જથ્થો બજાર કિંમત કરતા ઓછી કિંમતમા ખરીદીને સરકારી અનાજનો કાળો કારોબાર કરવામા આવી રહ્યો છે તેવી બાતમી ફતેપુરાના પુરવઠા નાયબ મામલતદારને આપી હતી, જે બાતમી મળતા ફતેપુરા મામલતદાર કચેરીમાં ના એમાં બધા એટીવીટી તરીકે ફરજ બજાવતા હાલ નાયબ મામલતદાર પુરવઠાનો ચાર્જ સંભાળતા હોય ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા ચિરાગ અમલીયાર સ્ટાફના માણસો સાથે સુખસર ખાતે આવેલી હરીપ્રસાદ અગ્રવાલની અનાજની દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરતા પુરવઠા વિભાગની ટીમ ચોકી ઉઠી હતી, દુકાન માથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાનો સરકારી અનાજના જથ્થાની સીલબંધ બેગો મળી આવી હતી, સાથે ઘઉં ચોખા, ચણા અને બાજરીનો જથ્થો પણ મળી આવ્યો હતો, પુરવઠા નાયબ મામલતદારની ટીમ દ્વારા ૨૫૦ કિ.ગ્રા ચણા, ૨૫૫૦ કિ. ગ્રા ઘઉં, ૪૦૦ કિ.ગ્રા ચોખા તેમજ ૧૨૫૦ કિ. ગ્રા જેટલી બાજરી નો જથ્થો ઝડપી પડ્યો હતો, સાથે સરકારી અનાજના લેબલ સાથે પેકીંગ કરેલી બેગોનો કુલ જથ્થો ૩૨૦૦ કિ.ગ્રા દુકાન માથી મળી આવ્યો હતો, ફતેપુરાની પુરવઠા ટીમ દ્વારા અલગ અલગ અનાજના બાર જેટલાં સેમ્પલ લઇ તાપસ માટે દાહોદ ખાતે મોકવામાં આવ્યા જયારે જપ્ત કરેલ જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે જમા કરાવવામા હતો, હાલ તો પુરવઠા વિભાગની ટીમ આ જથ્થો કોના દ્વારા આ ખાનગી દુકાન પર વેચવામા આવ્યો છે તેની તપાસ હાથ ધરી છે.