હાલ સમગ્ર ભારત દેશમાં નીટ પેપર લીકને કારણે 24 લાખ જેટલા યુવાનોનુ ભવિષ્ય ભાજપ સરકાર દ્વારા ખરાબ કરવામાં આવ્યું છે. અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપની આ સરકાર ટેટ ટાટ ની ભરતીની તારીખ જાહેર કરતી નથી. જેને લઇ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસજી, અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના સુચના અને માર્ગદર્શનમાં આજે તારીખ 24-6-2024 ને સોમવારના રોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી દાહોદ ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તા રોકો આંદોલન અને ગુજરાત શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો . જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામા, માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદ તથા જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય નીનામા ની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં તમામ યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, માજી સાંસદો, વિરોધ પક્ષના નેતા, તમામ વરિષ્ઠ નેતાઓ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તમામ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખો, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો, કોંગ્રેસના શહેર પ્રમુખો, ફ્રન્ટલ સેલના પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.